મોરબીમાં શોપિંગ સેન્ટરની છત ઉપર દારૂની 70 બોટલ છુપાવનાર ટકો ઝબ્બે

- text


મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીક ધર્મગોલ્ડ શોપિંગ સેન્ટરમાં દરોડો પાડ્યો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીક ધર્મગોલ્ડ શોપિંગ સેન્ટરમાં દરોડો પાડી ટકો નામથી ઓળખાતા શખ્સે શોપિંગની અગાસી ઉપર છુપાવેલો વિદેશી દારૂનો રૂપિયા 26,250ની કિંમતનો 70 બોટલ દારૂ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ત્રાજપર ચોકડી નજીક રામકુવા પાસે આવેલ ધર્મગોલ્ડ શોપિંગ સેન્ટરની અગાસી ઉપર વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવેલ હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી હિતેશ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મૂંધવા નામના શખ્સે અગાસી ઉપરથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 70 બોટલ કિમત રૂપિયા 26,250નો જથ્થો મળી આવતા પોલીસે આરોપી ટકાને અટકાયતમા લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text