વાંકાનેરમાંથી રૂ.૨૧.૬૫ લાખની વીજચોરી પકડાઈ

- text


મોરબી જિલ્લામાં વીજ ચેકિંગ અવિરતપણે ચાલુ : વાણિજ્યના ૮ અને રહેણાંકના ૪ વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી

મોરબી : મોરબી જિલ્લામાં વીજ ચેકિંગ અવિરતપણે ચાલુ રહ્યું છે.જેમાં હળવદ બાદ વાંકાનેર પંથકમાં વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને વાંકાનેર પંથકમાં સઘન વીજ ચેકિંગ કરતા વાણિજ્યના ૮ અને રહેણાંકના ૪ વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી હતી. જેથી વાંકાનેરમાંથી રૂ.૨૧.૬૫ લાખની વીજચોરી પકડાઈ હતી.

મોરબી પીજીવીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગ કામગીરી અર્થે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક,મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વિજજોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ, જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરી વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ-૧૭ ટીમો દ્વારા રહેણાંકનાં કુલ-૨૭ વીજ જોડાણો ચેક કરતા કુલ-૪મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે રૂ.૧.૦૫ લાખ તેમજ વાણીજ્ય હેતુના કુલ-૫૧ વીજ જોડાણો ચેક કરતા કુલ-૮મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૨૦.૬૦ લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે.આમ કુલ-૧૨મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે રૂ. ૨૧.૬૫ લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે. મોરબી વર્તુળ કચેરી દ્વારા વધુમાં જણાવવામાં આવેલ હતું કે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં શહેર, ગ્રામ્ય-૧ અને ગ્રામ્ય-૨ પેટા વિભાગીય કચેરી હેઠળનાં રહેણાંક,મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુ તથા ખેતીવાડીના વિજજોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ ભવિષ્યમાં પણ આવીજ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે.

- text

- text