મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખના પુત્રના જન્મદિવસની પ્રેરક ઉજવણી 

- text


મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાના પુત્ર ક્રિષ્નના જન્મ દિવસની પુસ્તકની ભેટ આપીને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજ તારીખ 18 જાન્યુઆરી ના રોજ પી.ડી. કાંજિયાના પુત્ર ક્રિષ્નનો જન્મદિવસ હોય જે દંપતી માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેઓને ‘ગર્ભ સંહિતા’ ભાગ 1 અને 2 પુસ્તકો ભેટ સ્વરૂપે આપી અને જે માતા-પિતા બની ચૂક્યા છે તેમને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે માટે “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકો ભેટ સ્વરૂપે આપીને જન્મદિવસ ઉજવ્યો હતો.

મહત્વનું છે કે, આ પહેલા પણ આ પુસ્તકો 1000 નંગની આસપાસ પી.ડી. કાંજિયા દ્વારા જરૂરિયાત ધરાવતા લોકોને આપવામાં આવ્યા હતા. આજે ક્રિષ્નના જન્મદિવસ નિમિત્તે 200થી વધુ પુસ્તકોનું ભેટ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય શિયાળાની કાતિલ ઠંડીથી બચવા બ્લેન્કેટ જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ગાય માતાને ઘાસચારો આપવામાં આવ્યો હતો અને સરકારી શાળાઓમાં 2500 જેટલા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવાયો હતો.

- text

- text