આગામી 25 જાન્યુઆરીએ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ

- text


ચાચાપર મુકામે પાટીદાર સમાજના અગ્રણીઓની પ્રેરક હાજરીમાં 56 નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે

મોરબી : લગ્નપ્રસંગમાં ખોટા ખર્ચ બંધ કરી સાદગીપૂર્ણ રીતે પ્રસંગ દૈદીપ્યમાન થાય તેવા ઉમદા ઉદેશ્ય સાથે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા છેલ્લા 24 વર્ષથી યોજાતો સમૂહલગ્નોત્સવ આ વર્ષે 25માં વર્ષમાં પ્રવેશતા આગામી તા.25 જાન્યુઆરીના રોજ મોરબીના ચાચાપર મુકામે રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે જેમાં સંતો,મહંતો અને પાટીદાર શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં 56 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે.

મોરબીના ચાચાપર મુકામે આગામી તા.25 જાન્યુઆરીને બુધવારના રોજ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવ યોજવામાં આવશે, આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુલાલ જમનાદાસ પટેલ, ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, સમાજ શ્રેષ્ઠી મથુરભાઈ સવાણી, આર.પી.પટેલ, ગોવિંદભાઇ ધોળકિયા, ગોવિંદભાઇ વરમોરા, બાબુભાઇ ઘોડાસરા, પ્રવીણભાઈ ભાલોડીયા, મોહનભાઇ કુંડારીયા, જયંતીભાઈ કવાડીયા સહિતના મહાનુભાવો હાજર રહેશે અને નકલંકધામ બગથળાના મહંત દામજીભગત નવદંપતિને આશીર્વાદ પાઠવશે.

- text

આ સમુહલગ્નોત્સવમાં 56 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે, સમુહલગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાનાર નવદંપતીઓને મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા ચાંદીની મુદ્રા, ગીતા, રામાયણ, શિક્ષાપત્રી, સોનાની વીટી, સોનાની પેન્ડલ બુટી સેટ સહિત જીવનજરૂરી 68 ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

આ શુભપ્રસંગે મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા, બાવનજીભાઇ મેતલીયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા સહિતના મહાનુંભાવો હાજર રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્નોત્સવ સમિતિના પ્રમુખ મનસુખભાઇ કૈલા, ઉપ પ્રમુખ મણિલાલ સરડવા, જ્યંતિલાલ પડસુમ્બિયા, મંત્રી જયંતીલાલ વિડજા, સહમંત્રી મગનભાઈ અઘારા, સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text