આવતીકાલે બુધવારે સોરંટો ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ  

- text


મોરબી : મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળના સોરંટો ફીડર હેઠળ આવતા કેટલાક વિસ્તારમાં આવતીકાલે તારીખ 18 જાન્યુઆરીના રોજ સવારે 7-30 થી 3-30 વાગ્યા સુધી વીજ પુરવઠો મેન્ટનન્સના કારણે બંધ રહેશે.

- text

સોરંટો ફીડર હેઠળના સિલ્વર પાર્ક સોસાયટી, મધુસ્મૃતિ સોસાયટી, યોગી નગર, ત્રાજપર ધાર, ઘેંટા ઉછેર કેન્દ્ર તથા આસપાસનાં વિસ્તારોમાં આવતીકાલે સવારે 7-30 થી 3-30 સુધી વીજ પુરવઠો બંધ રહેશે. નાયબ ઈજનેરના જણાવ્યા પ્રમાણે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text