ઝેરી દવા પી લેનાર સગર્ભાએ પુત્રને જન્મ આપ્યા બાદ બાળકની મૃત્યુ

- text


ટંકારાના જબલપુરની મહિલા રાજકોટ સારવારમાં

ટંકારા : ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાએ ઝેરી દવા પી લીધા બાદ રાજકોટ સારવાર દરમિયાન પુત્રને જન્મ આપતા આ માસૂમ બાળકનું એક જ દિવસમાં મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા સુરેખાબેન મદનભાઈ બામણીયાએ ગત તા.5 જાન્યુઆરીના રોજ ઝેરી દવા પી લેતા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સુરેખાબેને બાબાને જન્મ આપ્યો હતો. જો કે નવજાત બાળકનું એક જ દિવસમાં મૃત્યુ નિપજતા બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text