ટંકારામાં વ્યાજખોરોએ 7.30 લાખના 12 લાખ વસૂલવા ખેતીની જમીન હડપ કરવા ધમકી આપી

- text


ફડસર ગામના બે વ્યાજખોર વિરુદ્ધ જાનથી પતાવી દેવાની ધમકી મામલે ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલા 7.30 લાખના બદલ 12 લાખ વસૂલવા આઠ વિધા ખેતીની જમીન પચાવી પાડવા ધમકી આપનાર ફડસર ગામના બે વ્યાજખોરો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતા કાન્તીલાલ દેવશીભાઇ તાલપરાએ ફડસર ગામના મહેશભાઇ બોરીચા અને વિરમભાઇ નાગદાનભાઇ સોઢીયા પાસેથી રૂપિયા 7.30 લાખ વ્યાજે લીધા હતા અને જેના બદલામાં 4.50 લાખ ચૂકવી આપ્યા હતા. આમ છતાં પણ વ્યાજંકવાદી મહેશભાઇ બોરીચા અને વિરમભાઇ નાગદાનભાઇ સોઢીયાએ વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી ફરિયાદી કાંતિલાલની ઉમિયાનગર ગામે આવેલી સાડા આઠ વીઘા જમીન પચાવી પાડવા જમીનના કાગળો કરાવી લીધા હતા.

- text

બીજી તરફ છેલ્લા આઠ માસથી કાંતિલાલની આર્થીક પરિસ્થીતી નબળી હોવાના કારણે વ્યાજ નહિ આપી શકતા બન્ને વ્યાજખોરો દ્વારા કાંતિલાલની જમીન પોતાના નામે કરી લેવા રેવન્યુ શાખામાં અરજી કરેલ અને ફરીયાદીએ નોટીશમાં સહિ નહિ કરતા વ્યાજખોરોએ ટંકારામાં રસ્તામાં રોકી રૂપીયા 12 લાખ વ્યાજ અને મુદલ રકમ આજે જ આપવા અથવા જમીન પોતાના નામે કરી આપવા ધમકી આપી નહિતર પતાવી દઇશ તેવી મોત નિપજાવવાની ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં બન્ને વ્યાજખોરો વિરુદ્ધ આઇપીસી કલમ 386, 387 અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text