મોરબીમા ટુ અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે 19 જાન્યુઆરીથી ઓનલાઇન અરજી કરી શકાશે

- text


મોરબી : મોરબી જિલ્લામા ટુ-વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG સિરીઝ માટેના તથા ફોર વ્હીલર માટે GJ36 AF સિરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા.૧૯/૦૧/૨૦૨૩ થી શરૂ થશે. તા.૧૯/૦૧/૨૦૨૩ થી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધી અરજદાર http://www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૧/૦૧/૨૦૨૩ થી તા.૨૩/૦૧/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૩/૦૧/૨૦૨૩ના રોજ ઓક્શનનું પરિણામ http://www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

- text

બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે.

 

- text