યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રક્તની જરૂરિયાત પુર્ણ કરાઈ

- text


મોરબી : રક્ત ડેન મહાદાન સૂત્રને સાર્થક કરતા મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા સંકટની ઘડીએ રક્તની જરૂરિયાત પૂર્ણ કરવા સતત ખડેપગે કાર્યરત રહે છે ત્યારે તાજેતરમાં મોરબીના વતની સજ્જનને નેગેટિવ બ્લડની જરૂરત પડતા સંસ્થા દ્વારા રાત્રીના 12 વાગ્યે ઓ નેગેટિવ બ્લડ ગ્રુપની જરૂરત પૂર્ણ કરી હતી.

મોરબીના ના‌ વતની એવા સવજીભાઈ શેરસીયા મોરબી સત્યમ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને ‘ઓ નેગેટિવ’ બ્લડ ની‌ જરૂરિયાત ઉભી થતા‌ ડો જલ્પેશભાઈ દ્વારા ‘યુવા‌ આર્મી ગ્રુપ’ નો‌ સંપર્ક સાધ્યો હતો જેથી ‘યુવા આર્મી ગ્રુપ’ ના સભ્ય હુસેનભાઈ ભરમલ તથા પારસભાઈ હનસોરા દ્વારા રાત્રીના ૧૨ વાગ્યે તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચી ને બ્લડ ડોનેટ કરી ‘ઓ નેગેટિવ’ બ્લડ ની જરુરીયાત પુર્ણ કરી હતી. આવા ઈમરજન્સી જરૂરીયાત ના સમયે મદદરૂપ થવા બદલ તેમના પરિજનો દ્વારા હુસેનભાઈ, પારસભાઈ, તથા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે, બ્લડ ગ્રુપ ‘એ, બી, ઓ, એબી’ ને પોઝિટિવ અથવા નેગેટિવ મા ગ્રુપ સમાવેશ કરવામાં આવે છે જેમાંથી નેગેટિવ બ્લડ ગ્રુપ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ‌ ‘ઓ’ નેગેટિવ હજારોમા‌ ભાગ્યે જ કોઈકને હોય છે ત્યારે આવા દુર્લભ બ્લડની જરુરીયાત ઉભી થઈ જતા ક્યારેય દર્દીઓનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટમા દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની‌ ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે ને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્ય મા‌ જોડાવવા માટે કે કોઈને બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી શકો છો.

- text