ગોરખીજડીયા ખાતે 15 જાન્યુઆરી સુધી ચાલશે ભાગવત જ્ઞાનયજ્ઞ કથા

- text


મોરબીઃ મોરબીના ગોર ખીજડીયા ગામે અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનો ગઈકાલ સોમવારથી પ્રારંભ થયો છે.

ગોર ખીજડીયા ગામે અલખધણી ગૌશાળા ખાતે ગઈકાલ તારીખ 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી સુપ્રસિદ્ધ બ્રહ્મપુરાણ જ્ઞાનયજ્ઞના વક્તા બાળવિદુષિ રતનબેન વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. 13 જાન્યુઆરીને શનિવારના રોજ કલાકાર રામદાસ ગોંડલીયા અને ચંદુભાઈ ડાભીનું સાજીંદા ગ્રુપ ભજનની રમઝટ બોલાવશે. કથા શ્રવણ કરવા આવતા મહેમાનો અને સાધુસંતો માટે મહાપ્રસાદની વ્યવસથા રાખવામાં આવી છે.

- text

- text