મોરબી જિલ્લામાં લોકોની ખરીદ શક્તિ વધી : વાહનોનું વેચાણ વધ્યું

- text


વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2022માં 4697 વાહનોનું વેચાણ વધ્યું : આરટીઓમાં ટેક્સ આવકમાં રૂ.19.09 કરોડનો વધારો

મોરબી : વિશ્વભરમાં સીરામીક નગરી તરીકે આગવી ઓળખ ધરાવતા અને સતત વિકસતા મોરબી જિલ્લામાં ગયા વર્ષે મંદીનો માહોલ હોવા છતાં લોકોને વાહનોની ખરીદીમાં મંદી જરાય નડી ન હતી. 2021ની તુલનાએ ગયા વર્ષે 2022માં વાહનોનું વેચાણ વધ્યું હતું.આથી વાહનોનું વધુ રજિસ્ટ્રેશન થતા એની આવકથી આરટીઓની તિજોરી છલકાઈ હતી.

મોરબી એઆરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં વર્ષ 2021માં કુલ 28232 વાહનો વેચાયા હતા અને ગયા વર્ષ 2022માં મોરબી જિલ્લામાં 32929 વાહનો વેચાયા હતા. આ વાહનોમાં ટું વ્હીલર વાહનો18600, ફોર વ્હીલર વાહનો 8326, રીક્ષા 1083, ટ્રેક્ટર 1736 સહિતના વાહનોનો સમાવેશ થાય છે. એટલે મોરબી જિલ્લામાં 2021ની તુલનાએ ગયા વર્ષ 2022માં 4697 વાહનોનું વધુ વેચાણ થયું હતું. આમ16.64 ટકા વાહનોનું વેચાણ વધ્યું છે.

- text

એપ્રિલ-2021થી ડિસેમ્બર સુધી વાહનોના રજિસ્ટ્રેશન થકી આરટીઓને રૂ. 60.62 કરોડ અને ગયા વર્ષ એપ્રિલથી ડિસેમ્બર-2022માં રૂ.79.65 કરોડની આવક થઈ હતી. આથી ગયા વર્ષે અગાઉના વર્ષની તુલનાએ 19.09 કરોડની આવક વધી હતી. આરટીઓ વિભાગને કુલ 79 કરોડથી વધુની આવક થઇ છે જેમાંથી 63.27 કરોડનું ઓનલાઈન પેમેન્ટ થયેલ છે અને ઓનલાઈન પેમેન્ટમાં જાગૃતિ આવી હોય આરટીઓના દંડ સહિતની બાબતોમાં લોકો હવે કચેરીએ ધક્કો કરવાનું ટાળી ઓનાઇલન પેમેન્ટ કરે છે.

- text