ગુજરાત ગેસના ભાવ ઘટવા છતાં એલપીજી-પ્રોપેન હજુ પણ સસ્તો

- text


આગામી મહિને એલપીજી-પ્રોપેનમાં હજુ પણ રૂપિયા 5 ઘટશે : મોરબીમાં 70 ટકા સિરામીક એકમોમાં હજુ પણ એલપીજી-પ્રોપેન ઉપર મદાર : ગુજરાત ગેસની ખપત 16 લાખ ક્યુબિક મીટરે પહોંચી

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7નો ઘટાડો કરવા છતાં હજુ પણ એલપીજી અને પ્રોપેન ગેસ નેચરલ ગેસ કરતા દોઢથી બે રૂપિયા સસ્તો હોય મોરબીના સિરામીક ઉદ્યોગકારો નેચરલ ગેસને બદલે એલપીજી -પ્રોપેન તરફ વળ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગેસના ભાવની હરીફાઈ વચ્ચે હાલમાં ગુજરાત ગેસની સપ્લાય ઘટીને 16 લાખ ક્યુબિક મીટર પહોંચી ગઈ છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સીરામીક ક્લસ્ટરમાં મંદી અને ગેસના ભાવ વધારાના ગ્રહણને કારણે ગુજરાત ગેસની સપ્લાય 55થી 60 લાખ ક્યુબિક મીટર પ્રતિ દિવસથી ઘટીને હાલમાં 18 લાખ ક્યુબિક મીટર પહોંચી જતા ગુજરાત ગેસ કંપનીને મોટો ફટકો પડતા ગેસના ભાવમાં ગઈકાલે રૂપિયા 7નો ઘટાડો કર્યો છે, છેલ્લા એકાદ મહિનામાં ગુજરાત ગેસ કંપની દ્વારા કુલ મળી રૂપિયા 15થી 16નો ઘટાડો કરવા છતાં પણ હજુ મોરબીના સિરામીક ઉદ્યોગકારો હાઈ સીવી ધરાવતો એલપીજી અને પ્રોપેન ગેસનો વપરાશ કરી ઉત્પાદન ખર્ચ ઘટાડવા મથામણ કરી રહ્યા છે.

- text

મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ વિનોદ ભાડજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે ગુજરાત ગેસના રૂપિયા 7ના વધુ એક ઘટાડા બાદ પણ હજુ 70 ટકા એકમોમાં એસપીજી અને પ્રોપેન ગેસનો વપરાશ થઈ રહ્યો છે કારણ કે, એલપીજી-પ્રોપેન હજુ પણ 3થી 4 રૂપિયા સસ્તો પડે છે. વધુમાં મોરબીના એલપીજી અને પ્રોપેન ગેસ વિક્રેતા ટી.ડી.પટેલે જણાવ્યું હતું કે હાઈ સીવી ધરાવતા એલપીજી અને પ્રોપેન ગેસના ભાવમાં હજુ પણ આગામી 1 ફેબ્રુઆરીથી રૂપિયા 4થી 5નો ઘટાડો આવી રહ્યો હોય ગુજરાત ગેસ હરીફાઈમાં ટકી શકશે નહીં, ખાસ કરીને નાના પ્લાન્ટ માટે એલપીજી અને પ્રોપેન ગેસ ખુબ જ સસ્તા હોય આવનારા દિવસોમાં ગુજરાત ગેસની મોનોપોલી સંપૂર્ણ પણે પૂર્ણ થઇ જશે.

- text