વનાળીયાની વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર એલસીબીનો દરોડો, 12ની ધરપકડ

- text


 

રૂ. 4.63 લાખનો મુદ્દામાલ કબ્જે, નાલ ઉઘરાવીને જગ્યા પુરી પાડતો શખ્સ ફરાર

મોરબી : વનાળીયા ગામની સીમ કેનાલની બાજુમાં આવેલ વાડીમાં ચાલતા જુગાર ઉપર એલસીબીએ દરોડો પાડી 12 શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે 1 શખ્સ નાસી જવામાં સફળ રહેતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીને હકીકત મળેલ કે, મનોજભાઇ રતીલાલ સદાતીયા વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ વાડીમાં રેઇડ કરતા 12 શખ્સોને રૂ. 4.63 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

- text

જેમાં ભાવેશભાઇ કાનજીભાઇ ભેસદળીયા ઉ.વ. 31, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભૂત ઉ.વ.35, મીલનભાઇ રમેશભાઇ ગોકાણી ઉ.વ. 29, મનીષભાઇ કેશવજીભાઇ મોરડીયા ઉ.વ.31, જયદીપભાઇ ઘનશ્યામભાઇ ભડાણીયા ઉ.વ. 26, ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા ઉ.વ. 35, રવીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.34, ઇન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા ઉ.વ.52, લીલાધરભાઇ બેચરભાઇ સંતોકી ઉ.વ. 51, વિશાલભાઇ હસમુખભાઇ ગાંભવા ઉ.વ. 29, નંદલાલભાઇ લખમણભાઇ રૈયાણી ઉ.વ. 40, હીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ. 39ને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે મનોજભાઇ રતીલાલ સદાતીયા રહે. મોરબી દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક તાજી.મોરબીવાળા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, પ્રો. પીઆઇ એન.બી.કલસરિયા, PSI એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

- text