પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હું છું જ, અને રહીશ : અજય લોરિયા

- text


પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હું ત્રણ-ત્રણ મહિના મહેનત કરું છું : આ માતાજીનો પર્વ, અમે નિસ્વાર્થ ભાવે સેવા કરીએ તેમાં હરીફો દ્વારા રાજકારણ ઘુસાડવામાં આવી રહ્યું છે

નવરાત્રી મહોત્સવનો સાડા આઠ કરોડનો હિસાબ ચોખ્ખો અને ચટ્ટ છે, તમામ રૂપિયા સેવાકાર્યમાં ગયા છે

મોરબી : છેલ્લા ઘણા સમયથી આક્ષેપોનો મારો ચાલ્યા બાદ અજય લોરિયાએ સમગ્ર ઘટનાઓને હીતશત્રુઓનું કાવતરૂ જણાવીને ખુલ્લો પડકાર ફેંકયો છે. તેઓએ કહ્યું છે કે નગર દરવાજા ચોકે મારા વિરુદ્ધ સાચો પુરાવો આપો, તો હું જાહેર જીવનમાંથી રાજીનામુ આપીને મોરબી પણ છોડી દઈશ. વધુમાં તેઓએ કહ્યું કે હું પાટીદાર નવરાત્રી મહોત્સવમા છું જ અને રહીશ જ.

અજય લોરિયાએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં મને બદનામ કરવા માટે શત્રુઓ મેદાનમાં આવ્યા છે. સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના માત્રા ટ્રસ્ટીભાઈઓના કહેવાથી તેમની લાગણીને માન આપી હું ખુલાસો કરી રહ્યું છે. અજય લોરીયાએ ઉમેર્યું કે પાટીદાર નવરાત્રી મહોત્સવની એક પ્રેસનોટ આવી હતી. જેમાં જણાવ્યું હતું કે અજય લોરીયાની હકાલપટ્ટી કરવામાં આવે છે. હું પૂછવા માગું છું કે કઈ રીતે હકાર પટ્ટી કરવામાં આવી છે ? અજય લોરીયા 2017થી નવરાત્રી હેન્ડલ કરે છે. જેમાં 125 સભ્યો છે. પ્રેસ નોટમાં 12 લોકોએ સહી કરી છે. તેમાંથી અધિકાર માત્ર બે થી ચાર સભ્યોને જ છે. સેવા સંપત્તિ ફાઉન્ડેશનના ઓરીજનલ ટ્રસ્ટી મંડળમાં આ બેથી ચાર લોકો જ છે. બાકીના સભ્યોને સહી કરવાનો કોઈ અધિકાર નથી.

અજય લોરીયા નવરાત્રી કરે છે અને આઠમા દિવસે કરોડોનો હિસાબ જાહેર કરે છે. હિતશત્રુઓને આ ગમતું નથી. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ત્રણ મહિનાની મહેનત હોય છે. પહેલા દિવસે ઈન મારીને આવી જવાથી સભ્ય બની જવાતું નથી. નવરાત્રી મહોત્સવમાં કલાકારોને તેમજ અન્ય 25થી 30 લાખનું પેમેન્ટ પહેલા હું ખિસ્સામાંથી આપું છું.

મારી રાજકીય કારકિર્દી અને સામાજિક કારકિર્દી પતાવવા માટે બીજા લોકોનો ઉપયોગ થઈ રહ્યો છે. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જે લોકોએ 10 થી 15 લાખની જાહેરાતો આપી હતી. તેને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક અફવાઓ ફરી રહી છે. હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું જો કોઈ 100 ટકા સાચું મારા વિરુદ્ધનું એક પણ પ્રૂફ નગરદરવાજા ચોકમાં આપે તો હું જાહેર જીવનમાંથી રાજીનામું આપી મોરબી છોડી દઉં.

- text

અફવાઓ ફેલાવવા વાળા પાટીદાર નવરાત્રી મહોત્સવના હરીફ છે. આવી દેશમાં એકેય નવરાત્રી નહીં હોય, કે જે સંપૂર્ણ ચેરીટી માટે થાય છે અને આઠમના દિવસે હજારો લોકો વચ્ચે આવક જાવકના હિસાબ રજૂ કરી તમામ આવક સેવા ખર્ચમાં વાપરવામાં આવે છે. અત્યાર સુધીમાં પાટીદાર નવરાત્રી અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સાડા આઠ કરોડના સેવાકીય કાર્ય કરવામાં આવ્યા છે. આમાં 3.5 થી 4 કરોડ ગામમાંથી આવ્યા છે અને બાકીના 3.5 થી 4 કરોડ મેં પોતાના વાપર્યા છે.

પાટીદાર નવરાત્રી મહોત્સવની પ્રેસ નોટમાં એવું લખવામાં આવ્યું છે કે હું રાજકીય રોટલા શેકતો હતો તો એ સંદર્ભમાં મારે કહેવું છે કે અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા હું જ ત્રણ- ત્રણ મહિના મહેનત કરતો હતો બધે મારા બોર્ડ લાગતા હતા. ત્યારે તમે કેમ ન બોલ્યા ? બદનામ કરવા માટે ફેસબુકમાં પાટીદાર યુવા શક્તિ મોરબી નામનું પેજ બનાવવામાં આવ્યું છે. સાચું હોય તો પર્સનલ આઇડીમાંથી બધું ચડાવવું જોઈએ. શત્રુઓને વિનંતી કરું છું કે તમારે મારી સાથે જે વેર લેવું હોય તે લ્યો, પણ બીજાને હેરાન ન કરો. આ માતાજીનો પર્વ છે અમે નિસ્વાર્થ ભાવે સેવા કરતા હતા આમાં રાજકારણ ઘુસાડી કોઈની સામાજિક કારકિર્દી પતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

દંપતીના ઝઘડા અંગે અજય લોરીયાએ કહ્યું કે તેમાં પતિએ એવું કહ્યું કે અજય લોરીયાએ નામ લખાવ્યા છે. તો હું તેમનું નામ લખાવી શકતો હોય તો મારું નામ ન કઢાવી ન શકું ? ફરિયાદમાં મારું નામ હોય તો હું કોર્ટમાં જોવા તૈયાર છું. ફરિયાદ થયા બાદ સાતમા દિવસે શા માટે વિડીયો બનાવવો પડે છે ? બીજા દિવસે કેમ ન બની શકે ? આ વીડિયો બન્યા બાદ પાંચ જ મિનિટમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની પ્રેસ નોટ આવી હતી. કેમ પ્રેસનોટ બીજા દિવસે પણ ન આવી ?

અંતમાં અજય લોરિયાએ જણાવ્યું કે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન સેવા કાર્ય કરે છે અને આગામી દિવસોમાં બમણા જોશ સાથે સેવા કરતું જ રહેશે. હિતશત્રુઓનું કામ છે આક્ષેપો કરવાનું. હું તેને ધ્યાનમાં લેતો નહિ. અને આશા રાખું કે મોરબીની જનતા પણ આવા ખોટા આક્ષેપોને ધ્યાને નહિ લ્યે.

- text