વાંકાનેર : દોશી કોલેજમાં જુદા જુદા હથિયાર અને મેપ રીડિંગ માટે એન.સી.સી.ના કેડેટને તાલીમ અપાઈ

- text


વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં આજે તારીખ 3 જાન્યુઆરીના રોજ એન.સી.સી.ના કેડેટોને જુદા જુદા હથિયારો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ તાલીમ દરમિયાન જુદી જુદી રાયફલ કઈ રીતે કામ કરે છે ? કેટલા ભાગમાં ખોલવામાં આવે છે ? કઈ રીતે તેને જોડવામાં આવે છે ? રાયફલ સાથે પરેડ, રાઇફલ સાથે સેલ્યુટ, રાઇફલ સાથે સલામી અને ફાયરિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ ? તેની પૂરતી માહિતી તેમજ મેપ રીડિંગમાં કઈ રીતે મેપ સેટીંગ કરાય છે ? તેમજ કંપાસ કઈ રીતે કામ કરે છે ? તેની પૂરતા પ્રમાણમાં માહિતી 26 ગુજરાત બટાલિયન એન.સી.સી. સુરેન્દ્રનગરથી ચાર આર્મી ઓફિસર અને એન.સી.સી. ઓફિસર કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડા દ્વારા આપવામાં આવી હતી.

પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા અને કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડાના માર્ગદર્શનમાં પુરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text