સેનામાં 28 વર્ષ ફરજ બજાવી વતન પરત ફરેલા જવાનનું મોરબીના શક્તિનગર ગામે ભવ્ય સન્માન

- text


મોરબીઃ મોરબી તાલુકાના શક્તિનગર (રવાપર નદી) ગામના વતની તેમજ ભારતીય સેનામાં 28 વર્ષ ફરજ બજાવીને વતન પરત ફરેલા સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું શક્તિનગર ગામ ખાતે ભવ્ય સન્માન કરાયું હતું. શક્તિનગર ગામના સરપંચ યશપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, અશોકસિંહ ઝાલા, ગામના વડીલો અને ગામના આગેવાનો અને લોકોએ ફુલવર્ષાથી દેશની સેવા કરીને પરત ફરેલા સહદેવસિંહ ઝાલાનું સન્માન કર્યું હતું.

- text

આ ઉપરાંત સહદેવસિંહ ઝાલાના મૂળ ગામ રવાપર નદી ખાતે આગામી તારીખ 8 જાન્યુઆરી ને રવિવારના રોજ સરપંચ, રાજપૂત સમાજના અગ્રણીઓ, ગુજરાત કરણીસેનાના અગ્રણીઓ, મોરબી તાલુકાના સેવાભાવી ડોક્ટરો, સેવાભાઈ ગ્રુપ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાશે. જ્યાં સહદેવસિંહ ઝાલાનું દબદબાભેર સન્માન કરાશે.

- text