બગથળાની શ્રી હરિ નકલંક હાઈસ્કૂલના ભૂતપૂર્વ છાત્રોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: મોરબીના બગથળાની શ્રી હરિ નકલંક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરવંદના તથા સ્નેહમિલન કાર્યક્રમ નવા વર્ષના પ્રથમ દિવસે 1 જાન્યુઆરી 2023 નાં રોજ સાંજે 4 વાગે પટેલ સમાજ વાડી, બગથળા મુકામે યોજાયો હતો. જેમાં શાળાનાં કર્મચારીઓ તથા સહાધ્યાયી મિત્રો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં શાળાની SSC બેચ 2002ના વિધાર્થીઓ અને ગુરુજનો તથા શાળાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. શાળાના ગુરુજનો તથા કર્મચારીઓમાં બોપલીયા રમેશભાઈ, રાંકજા વેલજીભાઈ, ઠોરિયા સવજીભાઈ, વાધડિયા કલ્યાણજીભાઈ, અઘારા નટુભાઈ, ભાટિયા ગણેશભાઈ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ગુરુજનોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા થઈ હતી. વિધાર્થીઓએ પુષ્પગુચ્છથી તેમજ સાલ ઓઢાડી ગુરુજનો અને શાળાના કર્મચારીઓનું સન્માન કર્યુ હતું. બાદમાં વિધાર્થીઓએ શાળા સમયની યાદો વર્ણવી હતી અને પોતાની જિંદગીમાં સદગુણોનું સિંચન કરનાર ગુરુજનોનો ખાસ આભાર માન્યો હતો.ગુરુજનોએ પણ તે સમયની યાદો તાજી કરીને વિધાર્થીઓ ભવિષ્યમાં પણ હંમેશા સત્યના પંથે ચાલી સફળતાની અભિનવ રંગત મેળવે એવી આશા વ્યકત કરી હતી.

આ પ્રસંગે નાના બાળકોએ ખાસ મજા માણી હતી.બાળકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપી તેમના ઉત્સાહમાં વધારો કરાયો હતો.કાર્યક્રમના અંતે સૌએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું.અને સહજીવનના સંસ્મરણો પણ સાથે જ વાગોળ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના SSC બેચ 2002ના વિધાર્થીઓ કલ્પેશ મેવા તથા તેની ટીમના અન્ય વિધાર્થીઓએ પૂરી જહેમત ઉઠાવી હતી.

- text

- text