નવા વર્ષની ભેટ ! ગુજરાત ગેસના ભાવમાં રૂ.7નો ઘટાડો

- text


આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થતા મોરબી સિરામિક ઉદ્યોગને ફાયદો

મોરબી : નવું વર્ષ મોરબી સિરામિક ઉદ્યોગ માટે ખુશીઓની ભેટ લઈને આવ્યું હોય તેવા સંજોગો વચ્ચે આજે ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપલાઇન નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7નો ઘટાડો કરતા ઉદ્યોગકારોને જબરદસ્ત ફાયદો થયો છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા ગુજરાત ગેસ દ્વારા તેનો સીધો જ ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગ જગતને પાસઓન કરાયો છે.

યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ બાદ મોરબી સિરામિક ઉદ્યોગ જગતની મહત્વની જરૂરિયાત એવા નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં બમણા જેટલો વધારો થયા બાદ ધીમે ધીમે ગેસના ભાવમાં ઘટાડો થવાનું શરૂ થયું છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ઘટતા આજે ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબી સિરામિક ક્લસ્ટર માટે આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7નો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું ગુજરાત ગેસના સતાવાર સૂત્રોએ જણાવ્યું છે.

- text

મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ ગેસના ભાવ ઘટાડા અંગે જણાવ્યું હતું કે ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7ના ઘટાડા અંગે જાણ કરવામાં આવી છે. અગાઉ રૂપિયા 8.50ના ભાવ ઘટાડા બાદ નેચરલ ગેસના ભાવ 53 થયા હતા. જેમાં આજે વધુ રૂપિયા 7નો ઘટાડો કરવામાં આવતા હવે ડોલરના ભાવની વધઘટ મુજબ અંદાજે 46થી 47 રૂપિયા જેટલા ભાવે ઉદ્યોગકારોને ગેસ મળી શકશે. આમ નવા વર્ષના પ્રારંભે જ ગેસના ભાવમા ઘટાડો થતા ઉદ્યોગકારોને મંદીના કપરા સમયમાં થોડી રાહત મળી શકશે.

ઉલ્લેખનીય છે કે ઈન્ડસ્સ્ટ્રીઝના પ્રશ્ર્નો માટે ઘારાસભ્સ કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમા ગાંઘીનગર ખાતે મોરબી સિરામિક એસોસીએસનના પ્રમુખો દ્વારા રજુઆતો કરાય હતી. જેને સફળતા મળી છે. મોરબી સિરામિક એસોસીએસન વતી પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા તેમજ કિરીટભાઈ પટેલ અને ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

- text