રાજ્ય કક્ષાએ મોરબીનો યુવાન ધ્રુવ બરાસરા લોકવાદ્યમાં બીજા ક્રમે વિજેતા

- text


મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવાસેવા સાંસ્કૃતિક વિભાગ તેમજ કમિશ્નરશ્રી યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અમરેલી જીલ્લા વહીવટી તંત્રની રાહબળી હેઠળ જીલ્લા યુવા વિકાસ અધિકારી અને રમત ગમત કચેરી અમરેલી સંચાલિત “આઝાદીકા અમૃત મહોત્સવ “અંતર્ગત રાજ્ય કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૨ અમરેલીની કે કે પારેખ અને મહેતા વિદ્યાલય ખાતે ગત ૨૬,૨૭ ડિસેમ્બરના રોજ યોજાઈ ગયેલ જેમાં લોકવાદ્ય સંગીત -બ વિભાગમાં મોરબીના યુવાન ધ્રુવ રમણીકભાઇ બરાસરાએ બીજો નંબર મેળવીને સમગ્ર મોરબી જીલ્લાનું તેમજ મધ્યઝોનનું ગૌરવ વધારેલ છે.જે બદલ મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ સાહિતનાએ અભિનંદન પાઠવેલ છે. અત્રે ઉલ્લેખનીય છેકે ધ્રુવએ ઉતરોતર તાલુકા જીલ્લા તેમજ પ્રદેશ કક્ષાએ પ્રથમ નંબર મેળવતા રાજ્ય કક્ષાની સ્પર્ધામાટે પસંદ પામતા તેમને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પોતાની કલાકૃતિ રજુ કરતા રાજ્યકક્ષાએ બીજો નંબર મેળવેલ.

- text

- text