મોરબીમા જીએસટી દરોડામાં રૂ.7કરોડની GST ચોરી ઝડપાઈ

- text


અન્ય ચાર ફેકટરીઓમાં હજુ તપાસ ચાલુ, થોકબંધ સાહિત્ય,લેપટોપ અને પેનડ્રાઈવ સહિતના ઈલેકટ્રોનિક ડીવાઈસ કબ્જે લેવાયા

મોરબી : વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતા જ જીએસટી ચોરી કરતા અમુક મોરબીના સીરામીક સહિતના ઉધોગો ઉપર તવાઈ ઉતરી છે. પહેલા રાજકોટની સીજીએસટી ટીમ બાદ હવે અમદાવાદની પણ જીએસટી ટીમ જોડાઈને મોટાપાયે મોરબીમાં દોરડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ અને અમદાવાદની ટીમોએ મોરબીની પાંચ સીરામીક ફેક્ટરી અને કેટલાક સીરામીક ટ્રેડર્સને ત્યાં દોરડો પડ્યા હતા. જેમાંથી હાલ એક યુનિટમાંથી કરોડોની જીએસટી ચોરી બહાર આવી છે અને હજુ અન્ય ચાર યુનિટોમાં તપાસ ચાલુ હોય મોટાપાયે જીએસટી ચોરી પકડાઈ તેવી શકયતા વ્યક્ત કરાઈ છે.

સંદેશ દૈનિકના અહેવાલ મુજબ રાજકોટ અને અમદાવાદ જીએસટી ઈન્ટેલીજન્સ ટીમ દ્વારા સોમવારે વહેલી સવારે મોરબીના પાંચ વેટ્રીફાઈડ ટાઈલ્સના યુનિટો પર વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી જે બીજે દિવસે પણ ચાલુ રાખવામા આવી હતી અને પાંચ પૈકીના એક યુનિટમાંથી પ્રાથિમક તબ્બકે રૂ.7કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.જોકે હજુ સુધી પાંચેય યુનિટોમાંથી કુલ કેટલા રૂપિયાની ડયુટી ચોરી ઝડપાઈ છે તેની ગણતરી ચાલુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

- text

પાંચ યુનિટો પર જે દરોડાઓ પાડવામા આવ્યા હતા તેમાંથી એક યુનિટમાંથી જ ડોકયુમેન્ટની ચકાસણી કરવામા આવતા રૂ.7 કરોડની ચોરી ઝડપી લેવામાં આવી છે.જોકે આ પ્રાથમિક તબ્બકે બહાર આવેલી વિગતો છે હજુ તેના ડોકયુમુન્ટની ચકાસણી કરવામા આવ્યા બાદ ડયુટી ચોરીનો આંક વધવાની શકયતા વ્યકત કરવામા આવી રહી છે. દરમિયાન જે યુનિટોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી ત્યાંથી થોકબંધ ડયુટીચોરીને લગતું સાહિત્ય પણ કબ્જે કરવામા આવ્યું છે.

આ ઉપરાંત અમુક યુનિટોમાંથી ડયુટી ચોરીના કે બીલ વગર વેચાણ કરવામા આવેલ સિરામિક ટાઈલ્સના ડેટા જે લેપટોપમાં સંગ્રહ કરવામા આવ્યા હતા તે લેપટોપ પણ કબ્જે કરવામા આવેલ છે,સાથો સાથ પેનડ્રાઈવ અને કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક પણ કબ્જે કરવામા આવેલ છે.તેની ચકાસણી કરવામા આવ્યા બાદ ડયુટીચોરીનો આંક બહાર આવશે.આજે પણ અમુક યુનિટોમાં તપાસની કાર્યવાહી ચાલુ રાખવામા આવી હતી.

- text