કરો લ્યો હજુ વીજ ચોરી ! સીટી બસના કોન્ટ્રાક્ટરને દોઢ લાખનો દંડ

- text


મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 21 ટીમ દ્વારા સઘન ચેકીંગ : 38 કિસ્સામાં 10 લાખથી વધુની વીજચોરી ઝડપાઇ

મોરબી : લાંબા સમય બાદ આજે મોરબી પીજીવીસીએલની 21 ટીમ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ કરી 38 કિસ્સામાં 10 લાખથી વધુની વીજ ચોરી ઝડપી લીધી હતી. આ સાથે જ મોરબી નગરપાલિકાના સીટી બસ કોન્ટ્રાકટરે ગાંધી ચોકમાં થાંભલેથી ડાયરેકટ કનેક્શન લઈ ચારેક માસથી વીજ ચોરી કરતા આજે દોઢ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મોરબી પીજીવીએએલ કચેરીના સતાવાર સૂત્રોના જણાવ્યાં મુજબ આજે જુદી જુદી 21 ટીમ દ્વારા મોરબી શહેરના વિશિપરા, કાલિકા પ્લોટ, જોન્સનગર સાહિતના શહેરી વિસ્તાર અને ઘુંટુ રોડ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ કરી અલગ અલગ 38 કિસ્સામાં 10 લાખથી વધુની વીજ ચોરી ઝડપી લીધી હતી.

- text

આ ઉપરાંત ગઈકાલે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે ગાંધી ચોકમાં સીટી બસની કન્ટેનરમા ઓફીસ શરૂ કરી થાંભલેથી ગેરકાયદે વીજ કનેક્શન લઈ એસી સહિતના વીજ ઉપકરણો વાપરનાર સીટી બસના કોન્ટ્રાક્ટરને ચારેક માસ સુધી વીજ ચોરી કરવા બદલ દોઢ લાખથી વધુનો દંડ ફટકાર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

- text