મોરબી જુના બસ સ્ટેન્ડમાં બસ હડફેટે ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબી જુના બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઇને ઉભેલા વૃદ્ધને બસ ચાલકે હડફેટે લેતા ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. ગત તા.30 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં હવે ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી જુના બસ સ્ટેન્ડમાં ગત તા.30 ઓક્ટોબરના રોજ બસની રાહ જોઇને ઉભેલા વિનોદભાઈ રાણપરા નામના વૃદ્ધને જીજે – 18 – ઝેડ -0763 નંબરની બસના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નિપજતા આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર નિશિતભાઈ વિનોદભાઈ રાણપરાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text