સાવચેતી ! મોરબી જિલ્લામાં અઢી માસથી કોરોના ગાયબ છતાં દરરોજ 100નું ટેસ્ટીગ

- text


સંભવિત કોરોનાની નવી લહેરની સંભાવના સામે તંત્ર એલર્ટ : આઇસોલેશનની વ્યવસ્થા, જરૂર પડે તો બેડની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવાનું આયોજન

મોરબી : ચીનમાં કોરોનાના વિસ્ફોટને પગલે ભારતમાં પણ સંભવિત નવી લહેર આવવાની ભીતિથી લાંબા સમયથી સામાન્ય રહેલું જનજીવન અને તંત્ર પણ ધ્રુજી ઉઠ્યું છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો ત્રણ મહિનાથી કોરોના ગાયબ હોવાથી કોરોનાનો બિલકુલ ડર ન રહેતા અગાઉની જેમ જ સામાન્ય જનજીવન ધબકતું હતું. હવે ઓચિંતા નવી લહેરની શક્યતાથી ફરી અગાઉના કોરોના કાળ જેવી સ્થિતિ ન થાય એના માટે તંત્ર અત્યારથી બધી વ્યવસ્થામાં મંડી પડ્યું છે.જો કે તંત્રએ સાવચેતી દાખવી કોરોનાના કેસ ન હોવા છતાં દરરોજ 100 લોકોનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે.

- text

મોરબી જિલ્લામાં છેલ્લા અઢી માસથી જિલ્લામાં જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નથી. મોરબી તા.28/9/22માં છેલ્લે એક કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં એક પણ કેસ આવ્યો ન હોવાનું આર.એમ.ઓ.ડો. સરડવાએ જણાવ્યું હતું. જ્યારે 1/1/22થી અત્યાર સુધીમાં 4816 કેસ નોંધાયા છે.જ્યારે એપેડમિક મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, સંભવિત લહેરને પગલે હોસ્પિટલો, પીએચસી.સીએચસી એમ બધી જ જગ્યાએ આઈસોલેશનની સુવિધા તૈયાર છે જ. પણ હોસ્પિટલમાં કોરોના માટે હજુ અલગ બેડ રાખવામાં આવી નથી.પણ જરૂર જણાશે તો બેડની તાત્કાલિક સુવિધા ઉભી કરાશે એવું અત્યારે આયોજન છે.હાલ કોરોના વિભાગ જે હતો ત્યાં કોરોનાના દર્દી ન હોવાથી સામાન્ય દર્દીઓને દાખલ કરવામાં આવશે. જરૂર જણાય તો આ પણ ખાલી કરાશે અને દરરોજનું 100નું કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

- text