પ્રમુખ સ્વામી મહારાજનગરમાં સંધ્યા સભા – ‘સમરસતા દિન’ની ઉજવણી

- text


 

અનેકવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક આગેવાનોએ સમતાના મેરુ એવા  પ્રમુખસ્વામી મહારાજને જન્મશતાબ્દીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

   

મોરબી : આજે ‘સમરસતા દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં ભારતના અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરજીવનના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘સમત્વમ્ યોગ ઉચ્યતે ’- ગીતાની આ ઉક્તિના મૂર્તિમંત સ્વરૂપ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય વિષયક વિશિષ્ટ પ્રસ્તુતિમાં આજે દર્શાવવામાં આવ્યું કે દેશ-વિદેશ, ગરીબ-અમીર, નાત-જાત, શિક્ષિત- અશિક્ષિતના ભેદ જોયા વગર પ્રમુખસ્વામી મહારાજે સૌ કોઈને અપનાવ્યા. બધામાં ભગવાન જોવાની દૃષ્ટિ પ્રમુખસ્વામી મહારાજની સમરસતાનું મુખ્ય કારણ હતું. તેમની આ દૃષ્ટિ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રમુખ પરિબળ બની રહી.

ભગવાનના ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. પોતાના જીવનમાં શ્રીમદ્ ભગવદ્ગીતા કથિત સમત્વ યોગ જેમણે સિદ્ધ કરી લીધો હતો એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રથમ ભક્તિસંગીત દ્વારા વિશિષ્ટ અંજલિ આપવામાં આવી હતી.

પ્રમુખસ્વામી મહારાજના સમતાથી યુક્ત જીવનકાર્યને  પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ ‘સમરસતાના શિખર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિશિષ્ટ પ્રવચન દ્વારા ઉજાગર કર્યું હતું.‘પછાતોના પ્રેમછત્ર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિડિયો પ્રસ્તુતિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની સમત્વની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું દર્શન કરાવવામાં આવ્યું.

આજના કાર્યક્રમમાં વિશ્વભરમાંથી અનેકવિધ મહાનુભાવોએ સમત્વના શિખર એવા પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ વિજય પાટિલ- પ્રમુખ-DY પાટિલ યુનિવર્સિટી મુંબઈ, સંવેગભાઈ લાલભાઇ- અતુલ લિમિટેડ, મિલિન્દ કાંબળે- IIM Chair- સંસ્થાપક પ્રમુખ-દલિત ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, પૂજ્યપાદ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી, મોહન ભાગવત-સરસંઘચાલક- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text