મોરબીમાં કોટન મિલમાં મશનરીમાં આગ લાગી

- text


 

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે સાંજના સમયે એક કોટન મિલમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડે તુરંત ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ ધરમશી લક્ષ્મણ પોપટ કોટન મિલમાં સાંજના 6 વાગ્યાના અરસામાં મશીનરી અને કન્વેયર બેલ્ટમાં આગ લાગી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

- text

- text