ટંકારાના નેસડા (ખા) પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


ટંકારાઃ આજ રોજ તારીખ 20 ડિસેમ્બરના રોજ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે નેસડા(ખા) ગામે આવેલી નેસડા(ખા) પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચિત્ર સ્પર્ધામાં ધોરણ 5 થી 8 ના કુલ 54 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની આવડત પ્રમાણે વ્યસનની જાગૃતિ દર્શાવતા ચિત્રો દોર્યા હતા. સ્પર્ધામાં પ્રથમ નંબર પર ભાડજા આરવ, દ્વિતિય ક્રમ પર કાખિમી વિજય અને તૃતિય નંબર પર માકાસણા કાવ્યાએ મેળવ્યો હતો. વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.

- text

ત્યારબાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસન મુક્ત રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળા આરોગ્ય, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ, પી.એચ.સી. નેસડાના મેડિકલ ઓફિસર ડો.વામજા, આર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા, પી.એચ.સી. સુપરવાઈઝર ગોસાઈભાઈ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text