માધાપર ચોકડીએ ઓવરબ્રિજની કામગીરીને લઈને વાહન વ્યવહાર બંધ થશે

- text


રાજકોટ પોલીસનું જાહેરનામું : ઓવરબ્રિજની કામગીરીને લઈ ભારે વાહનો માટે મોરબી રોડ બેડી ચોકડીથી શહેરમાં પ્રવેશબંધી

રાજકોટ : રાજકોટ માધાપર ચોકડી ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરીને લઇ માધાપર ચોકડીથી 150 ફૂટ રિંગરોડ તરફનો રસ્તો સદંતર બંધ કરી મોરબી રોડ, બેડી ચોકડીથી શહેરમાં આવતા તમામ વાહનો માટે રેલનગર તેમજ ઈશ્વરીયા તરફથી આવાગમન માટે નવો ડાયવર્જન રૂટ આજથી અમલી બનાવી બેડી ચોકડી તરફથી જામનગર, પડધરી, ધ્રોલ તરફ જવા માંગતા તમામ ભારે વાહનો માટે વાયા મીતાણા-ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે અને મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ હેવી વાહનો આવી શકશે નહી તે મતલબનું જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા અમલી બનાવ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા મુજબ રાજકોટ શહેર ખાતે માધાપર ઓવર બ્રીજ નિર્માણ થઇ રહેલ છે. જે બ્રીજની શરૂઆત જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી શરૂ થઇ જામનગર રોડ વોરા સોસાયટી પહેલા પૂર્ણ થતો હોય, માધાપર ચોકડી ઓવર બ્રીજનાં વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય, જેથી આ સ્લેબનાં સેન્ટ્રીંગ માટે સમગ્ર ચોકમાં ટ્રાફિક મુવમેન્ટ બંધ કરવામાં આવે છે. આ બ્રીજની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી માધાપર ચોકડી 150-ફુટ રીંગરોડ થી બેડી ચોકડી તરફ બન્ને બાજુના તમામ વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવે છે અને નવા ડાયવર્ઝન અમલી બનાવવામાં આવ્યા છે.

- text

જે અન્વયે અયોધ્યા ચોક 150-ફુટ રીંગરોડથી બેડી ચોકડી જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી યુ-ટર્ન લઇ બેડી ચોકડી તરફ જઈ શકશે.એ જ રીતે બેડી ચોકડીથી અયોધ્યા ચોક, રીંગરોડ (ફકત શહેર) તરફ જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી સામેના 150-ફૂટ રીંગરો ડિવાઈડરથી યુ-ટર્ન લઇ અયોધ્યા ચોક 150-ફુટ રીંગરોડ તરફ જઈ શકશે.

આ ઉપરાંત બેડી ચોકડી તરફથી જામનગર, પડધરી, ધ્રોલ તરફ જવા માંગતા તમામ હેવી વાહનો બેડી ચોકડી મોરબી રોડ મીતાણા, ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે અને મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ હેવી વાહનો આવી શકશે નહીં. જયારે બેડી ચોકડી તરફથી જામનગર, પડધરી, ધ્રોલ તરફ જવા માંગતા તમામ ટુ-ફોર વ્હિલ જેવા નાના વાહનો મૈસુર ભગત ચોકથી ઇશ્વરીયા રોડ માધાપર ગામથી જામનગર રોડ તરફ જઇ શકશે તેમજ રાજકોટ શહેર તરફ જવા માંગતા તમામ નાના વાહનો મૈસુર ભગત ચોકથી સંતોષીનગર, રેલનગર અંડર બ્રીજથી શહેર તરફ જઈ શકશે.

- text