મેઘપર દેરાળાની વચ્ચે રસ્તો તોડી પાણીની લાઈન નંખાતા વાહન ચાલકો પરેશાન

- text


અમુક ખેડૂતોએ રોડ તોડી નીચે લાઈન લેતા પાણી લાઈન તૂટી જવાથી વાહનો ફસાયા

મોરબી : માળીયાના મેઘપર દેરાળા ગામની વચ્ચેનો રોડ તોડી નીચેથી લાઈન લેતા પાઇપલાઇન તૂટી જવાથી રોડ ગારા કીચડ અને પાણીથી તરબોળ થતા વાહનો ખુંપી જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે મેઘપર ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજુઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ છે.

મેઘપર ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, મામલતદાર તેમજ કલેકટરને રજુઆત કરવામાં આવી છે કે, માળીયાના મેઘપર અને દેરાળા ગામને જોડતા રોડ પર દેરાળા ગામની નજીક અમુક ખેડૂતોએ કિશાન લિફ્ટ ઇરીગેશન દ્વારા રસ્તો તોડીને નીચેથી પાણીની લાઈન કાઢવામાં આવી છે. જેથી પાણીની લાઈન તૂટી જવાથી રોડ પર પાણી રેલાતા ગારા કીચડ થવાથી વાહનો તેમાં ફસાઈ જાય છે. રોડ ઉપર પાણી અને ગારા કીચડને કારણે વાહનો નીકળી શકતા નથી અને વાહનો ખુંપી જાય છે.આથી જો ગેરકાયદે કનેક્શન લીધું હોય તો તેમની સામે કાર્યવાહી કરવા અને આ ગેરકાયદે કનેક્શન દૂર કરી રસ્તો ચાલવા યોગ્ય બનાવવાની માંગ કરી છે.

- text

- text