હળવદના રૂદ્ર પાર્ક-1માં પાણી આપવા ચીફ ઓફિસરને રહીશોની રજુઆત

- text


હળવદ : હળવદના રૂદ્ર પાર્ક-1માં અમુક મકાનોને પાણી ન મળતું હોય ત્યાંના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને કાર્યવાહી માટે રજુઆત કરી છે.

- text

રજુઆતમાં જણાવાયું હતું કે હળવદમાં હરિનગરની બાજુમાં આવેલ ઘનશ્યામપુર રોડ પર રૂદ્ર પાર્ક-1માં 22 મકાનોની લાઈન છે. જેમાના પાછળના 5 મકાનોની લાઈનમાં પાણી પહોંચતું નથી. અગાઉ નગરપાલિકા દ્વારા 2 વર્ષ પહેલાં એવું કહેવામાં આવેલું હતું કે નવી લાઈન નાખી આપીશું. પરંતુ હજુ સુધી આ મામલે કોઇ કાર્યવાહી થઈ નથી. માટે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text