મોરબીમાં વિહિપ દ્વારા ફિલ્મ પઠાણનું પોસ્ટર બાળી વિરોધ પ્રદર્શન 

- text


મોરબીના તમામ થિયેટરોને આ ફિલ્મ રિલીઝ ન કરવા પણ સંગઠનની ચીમકી

મોરબી : ફિલ્મ સ્ટાર શાહરુખાન અભિનીત ફિલ્મ પઠાણમાં અશ્લીલતાનું વરવું પ્રદર્શન હોવાથી ઠેરઠેર આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ફિલ્મ પઠાણનું પોસ્ટર બાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા આજે શહેરના નહેરુ ગેઇટ ચોક ખાતે ફિલ્મ સ્ટાર શાહરુખાન અભિનીત ફિલ્મ પઠાણનું પોસ્ટર બાળીને આ ફિલ્મનું રિલીઝ અટકવાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબીની તમામ ફિલ્મ થિયેટરોને આ ફિલ્મ રિલીઝ ન કરવાની તાકીદ કરી છે. તેમજ સરકાર સમક્ષ પણ ગુજરાતભરમાં આ ફિલ્મ રિલીઝ ન કરવાની માંગ ઉઠાવી છે.

- text

- text