મોરબી બાર એસોશિએશનની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ, સાંજે મતગણતરી

- text


પ્રમુખ માટે પાંચ, ઉપપ્રમુખ પદ માટે ચાર સહિત કુલ 7 જગ્યાઓ માટે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ

મોરબી : આજે મોરબી સહિત રાજ્યભરમાં બાર એસોશિએશનની ચૂંટણી યોજાઈ છે જે અંતર્ગત મોરબી બાર એસોશિએશનમાં પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ત્રણ કારોબારી સભ્ય સહિત સાત પદ માટે કુલ 20 ઉમેદવારો માટે ચૂંટણી યોજાતા સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે આને સાંજ સુધીમાં પરિણામો જાહેર થશે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મોરબી બાર એસોશિએશનની ચૂંટણી યોજાઈ છે જેમાં પ્રમુખ પદ માટે પાંચ, ઉપ પ્રમુખ પદ માટે ચાર, સેક્રેટરી પદ માટે ત્રણ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ત્રણ અને ત્રણ કારોબારી સભ્ય માટે પાંચ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હોય કુલ 20 સભ્યો માટે આજે સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. બપોરે બે વાગ્યા સુધી મતદાન થયા બાદ સાંજ સુધીમાં મતગણતરી કરી નવા વર્ષ માટેના હોદેદારો જાહેર કરવામાં આવશે.

મોરબી બાર એસોસીએશનના આ પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં રાજેશકુમાર બદ્રકિયા, કાજલબેન ચંડીભમર અને જયકુમાર પરીખને ચૂંટણી અધિકારી તરીકે ફરજ સોંપવામાં આવી હોય શાંતિપૂર્ણ માહોલમાં સવારથી મતદાન ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે.

- text

- text