રોટરી ક્લબ ઓફ મોરબી લોકો પાસેથી ગરમ કપડાં એકત્ર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડશે

- text


જુના ગરમ કપડાં 16-17 ડિસેમ્બરે નિલકંઠ વિદ્યાલય પાસે આપી જવા વિનંતી

મોરબી : કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જરૂરિયાતમંદ લોકો સુધી ગરમ કપડાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જે માટે જાહેર જનતાને જુના ગરમ કપડાં આપી જવા માટે વિનંતી કરવામાં આવી છે.

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા લોકો પાસેથી જુના ગરમ કપડાં એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તો જે કોઈ લોકો જુના ગરમ કપડાં જેવા કે, જુના સ્વેટર, શાલ, જેકેટ, ટોપી, મોજા, મફલર વગેરે આ સેવાકાર્યમાં આપવા ઈચ્છતા હોય તેઓએ આગામી તારીખ 16 અને 17 ડિસેમ્બરે સવારે 10 થી 1 અને બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન નિલકંઠ વિદ્યાલય પાસે, રવાપર રોડ, મોરબી ખાતે આપી જવા જણાવાયું છે. વધુ માહિતી માટે અશોકભાઈ મહેતા (મો.નં. 99784 42851)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text