મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના સ્ટોરરૂમમાંથી 23.44 લાખની મોટર, કેબલની ચોરી

- text


કચેરીના ઇજનેરે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી નજીક નવા સાદુળકા ખાતે આવેલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા કચેરીના સ્ટોર રૂમમાંથી તસ્કરો સબમર્શિબલ પંપ, ઇલેક્ટ્રિક મોટર અને કેબલનો રૂ.23.44 લાખનો મૂળમાલ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ નવા સાદુરકા ગામની સીમમાં આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમિટેડના કેમ્પસમાં આવેલ સ્ટોરરૂમમાંથી અજાણ્યા તસ્કર બારીની ગ્રીલ તોડી સ્ટોર રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સ્ટોરરૂમમાંથી સબમર્શીબલ પંપ મોટર સેટ-7 તથા મોટર નંગ-11 તથા કુલ જુદી જુદી સાઇઝના 10133 મીટરના કેબલ મળી કુલ રૂ. 23,24,344 ના માલ સામનની ચોરી કરી ગયા હતા.

- text

ચોરીની આ ઘટના અંગે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના નાયબ કાર્યપાલક ઈજનેર મયુરભાઇ રમેશભાઇ ચોડવડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 454,457 અને 380 મુજબ અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text