નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકને ટીચિંગ એક્સેલન્ટ એવોર્ડ મળ્યો 

- text


મોરબી : તાજેતરમાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટીવ શિક્ષણ કાર્ય કરનાર શિક્ષકોને ટીચિંગ એક્સેલન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાને ટીચિંગ એક્સેલન્ટ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, સમગ્ર ભારતમાંથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ શિક્ષણ કાર્ય કરનાર ઓનલાઇન વોટિંગના આધારે કુલ 37 શિક્ષકોનું ટીચિંગ એક્સેલન્ટ એવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોની વિવિધ પ્રકારની શૈક્ષણિક કામગીરીના આધારે ઓનલાઇન વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ વોટ મેળવનાર ભારતમાંથી 37 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક કાંજીયા અશોકભાઈ એમ.ને સન્માનિત કરવામાં આવ્યા હતા. અશોકભાઈ કાંજીયાએ આ એવોર્ડ મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ તેમને શાળા પરિવાર, ગ્રામજનો તથા મિત્ર વર્તુળમાંથી તેમના મોબાઈલ નંબર- 96623 70980 પર શુભેચ્છાઓ મળી રહ છે. આ તકે ઓનલાઇન વોટિંગ કરનાર તમામ વિધાર્થીઓ અને વાલીઓનો અશોકભાઈએ આભાર વ્યક્ત કર્યો છે.

- text

- text