હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર તથા રોટરી ક્લબ મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે 

- text


મોરબી: હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આગામી તારીખ 18 ડિસેમ્બર ને રવિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના રવાપર ગામ ખાતે બાલકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા ઉમા હોલ ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી આ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે. આ નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ડો. પ્રતીક દેસાઈ, ડો. મોસમી ભટાસણા, ડો. ટ્વિંકલ દેત્રોજા, ડો. યોગીતા જેતપરિયા, ડો. દેવાંશી વસીયાણી, ડો વિશ્વાસ સદાતીયા અને ડો ધારા ચારોલા સેવા આપશે. ફ્રી નિદાન કેમ્પમાં લાભ લેવા માટે દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે 98980 71475 અથવા 90165 58977 પર સંપર્ક કરવા જણાવ્યું છે. કેમ્પમાં ભાગ લેનાર દર્દીઓને સારવારમાં 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને કેમ્પમાં આવનાર દર્દીઓએ ફાઈલ તથા જુના રિપોર્ટ સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે ડો. પ્રતીક દેસાઈ (82382 93206)નો સંપર્ક કરવો.

- text

- text