મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક

- text


મોરબી સરકારી વકીલ દ્વારા ધારદાર રજુઆત છતાં અચાનક સરકાર દ્વારા સ્પેશિયલ પીપી મુકાતા આશ્ચર્ય

મોરબી : મોરબીમાં 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા અચાનક જ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજકોટના સરકારી વકીલ એસ.કે.વોરાની નિમણૂક કરવામાં આવતા મોરબીના વકીલ આલમમાં આશ્ચર્ય ફેલાયું છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામા 135 લોકોના મૃત્યુ થવા મામલે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતા કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાને સ્પેશિયલ પી.પી.તરીકે નિમણૂક અપાઈ છે.

- text

135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ ગંભીર દુર્ઘટનામાં હાલના મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટની સુનાવણી ચાલુ છે તેવા સમયે જ મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં દાખલ થયેલ કેસમાં હવે તમામ કાર્યવાહી સ્પેશિયલ પી.પી.મારફતે કરાશે

ઝૂલતા પુલ કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક અંગેની વાતને મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

- text