જેતપર (મચ્છુ) ગામે તળાવમાં યુવાન ડૂબ્યો : મોરબી ફાયર બ્રિગેડની ટીમ દોડી 

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે આજે બપોરના સમયે એક યુવાન તળાવમાં ડૂબ્યો હોવાથી સ્થાનિક લોકો દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી પરંતુ યુવાનની ભાળ ન મળતા મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ દોડી જેતપર (મચ્છુ) ગામે દોડી ગઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે આજે બપોરના સમયે એક યુવાન તળાવમાં ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવાનને બચાવવા વ્યાપક શોધખોળ કરી હતી પરંતુ યુવાનની ભાળ ન મળતા અંતે મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. વધુમાં સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ તળાવમાં ડૂબેલ વ્યક્તિ આદિવાસી શ્રમિક હોવાનું અને બપોરના બેએક વાગ્યાના અરસામાં ઘટના બની હોવાનું જાણવા મળે છે. હાલ મોરબી ફાયર ઓફિસર સહિતની ટીમ જેતપર (મચ્છુ) ગામે દોડી ગઈ છે.

- text

- text