મોરબીમાં મોબાઈલ ચોરી ફોન પેથી રૂ.૨.૫૯ તફડાવી લેનાર બેલડી ઝડપાઇ

- text


એલસીબીએ ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ.૨.૨૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી નજીક કારખાનાની ઓરડીમાં સુતેલા શ્રમિકની પાસેથી મોબાઈલ ચોરી કરી ફોન પેથી રૂ.૨.૫૯ તફડાવી લેવાના બનાવનો એલસીબીએ ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો હતો અને એલસીબીએ મોરબી તાલુકા વિસ્તારમાં થયેલ રૂપીયા ૨,૮૨,૧૬૯ ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે બે આરોપીઓને ગણતરીની દિવસોમાં પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ શીવીસ માઇક્રોન એલ.એલ.પી. કારખાનાનામાં શ્રમિક ગઇ તા.૨૨ના રોજ પોતાની ઓરડીમાં સુતા હતા તે વખતે કોઇ અજાણ્યા ચોર ઇમસે ઓરડીમાં પ્રવેશ કરી મોબાઇલ ફોન નંગ-૪ તથા રોકડા રૂા.૨,૨૦૦ તથા કપડા ભરેલ થેલો ચોરી કરેલ લઇ ગયેલ હોય જે ચોરીમાં ગયેલ ફરીયાદીનો મોબાઇલ ફોન બેંક એકાઉન્ટ સાથે લીંક હોય જે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના એકાઉન્ટમાં રહેલ રોકડા ગ્રુ.૨,૫૯,૪૬૯ ટ્રાન્સફર વિથડ્રોઅલ કરી કુલ રૂા.૨,૮૨,૧૬૯ા- ની મતાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઈ હતી.આ ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા દરમ્યાન ASI સંજયકુમાર પટેલ, રજનીંકાત કૈલા, pc કૌશીકભાઇ મણવર, પરાક્રમસિંહ જાડેજા, તથા અશોકસિંહ ચુડાસમાને સંયુકત રીતે મળેલી હકિકતના આધારે આ ગુન્હાને અંજામ આપનાર ઈબ્રાહીમ મામદ ઈબ્રાહીમ બેતારા (રહે, ઓખામંડળ ગાંધીનગર ભુંગો, વાછળાદાદાની ગલીમા તા.જી. દેવભુમી દ્વારકા), અલારખા કરીમભાઇ મોખા (ઉ.વ.૨૪ રહે. કૃષ્ણનગર, કૌશીકની દુકાન પાછળ, સુરજ કરાડી, ઓખામંડળ તા.જી.દેવભુમી)ને મોરબી રવીરાજ ચોકડી ખાતે હોવાની મળેલ હકીકત આધારે રવીરાજ ચોકડી ખાતેથી ઝડપી લીધા હતા.

- text

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો રોકડા ગ઼.૧,૧૯,૦૦૦, મોબાલઇ ફોન નંગ- ૪ કુલ કી.રૂ.૨૦,૫૦૦, બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી મેળવેલ રૂપીયામાંથી ખરીદ કરેલ સોના ચાંદીના દાગીના, તથા મોબાઇલ ફોન નંગ – ૧ મળી કુલ કી.રૂ.૭૪,૦૬૩, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કંપનીના ચોરી કરેલ મોબાઇલ ફોન નંગ કિં.રૂા.૯,૫૦૦ મળી કુલ રૂા.૨,૨૩,૦૬૩ કબ્જે કર્યા હતા.આ ગુનાની મોડસ ઓપરેન્ડી એવી છે કે,, આરોપીઓ કારખાનાની મજૂરની ઓરડીઓમાં રાત્રીના પ્રવેશ કરી મોબાઇલ ફોન તથા રોકડ રકમની ચોરી કરવાના તથા બેંક એકાઉન્ટ બાબતેના માહીતગાર હોય મોબાલ ફૉનમાં રહેલ ડીઝીટલ વોલેટનો ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર કરવાની ટેવ વાળા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં પકડાયેલ આરોપી અગાઉ ઘરફોડ ચોરી તથા મોટર સાયકલ ચોરીના ગુનાઓમાં દેવભુમી દ્વારકા જીલ્લામાં પકડાયેલ હોવાનું ખુલ્યું છે.

- text