શક્તિનગર પાસે ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા ખેત શ્રમિકનું મોત : એક ઈજાગ્રસ્ત 

- text


લીલાપુર થી ટ્રેક્ટરમાં મગફળી ભરી હળવદ યાર્ડમાં આવી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ

હળવદ : હળવદ-અમદાવાદ હાઈ-વે પર આજે મોડી સાંજે શક્તિનગર ગામ પાસે હળવદ તાલુકાના લીલાપુર થી ટ્રેક્ટરમાં મગફળી ભરી હળવદ યાર્ડમાં ખેત શ્રમિકો વેચવા માટે આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા યુવાનો ટ્રોલી પલટી મારી જતા નીચે દબાઈ ગયા હતા. જેમાં એકનું એકઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે એક ને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.

- text

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામના જોરીયાભાઈ નારણભાઈ ધાનુક ઉંમર વર્ષ 18 મજુરી કામ માટે હળવદ તાલુકાના લીલાપુર ગામના અશ્વિનભાઈની વાડીએ આવ્યા હતા. આજે સાંજના સમયે જોરીયાભાઈ અને પુનાભાઈ સાથે ટ્રેક્ટરના ડ્રાઇવર મગફળી લઈ હળવદ યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા હતા ત્યારે શક્તિનગર ગામ પાસે હાઇ-વે પર પાછળથી આવી રહેલ ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરની ટોલીમાં બેઠેલા જોરીયાભાઈ નારણભાઈ ધાનુકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પુનાભાઈ ને ગંભીર ઈજા પહોંચ્યા મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બીજી તરફ આકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું આબાદ બચાવ થયો છે

- text