મતદાન કરી લોકશાહીના પર્વને સાર્થક બનાવવા સિરામિક એસો.પ્રમુખ હરેશ બોપલીયાની અપીલ

- text


મોરબી : આગામી ૧લી ડિસેમ્બરે વિધાસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે તમામ મોરબી જિલ્લાવાસીઓને અવશ્ય મતદાન કરવા માટે મોરબી સિરામીક એસો. પ્રમુખ હરેશ બોપલીયાએ અપીલ કરી છે.

મોરબી જિલ્લો સિરામીક ઉદ્યોગ થકી વિશ્વ સ્તરે આગની નામના ધરાવે છે ત્યારે હાલ મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની સાથે મોરબીની ઐતિહાસીક વિરાસતને ઉજાગર કરતું વિશેષ મતદાન મથક પણ બનાવવામાં આવનાર છે. ત્યારે મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરેશ બોપલીયાએ મોરબી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું છે કે, “સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. મતદાન એ આપણે અધિકાર છે ત્યારે ખૂબ જરૂરી છે કે, આપણે સૌ જંગી મતદાન કરીએ.

- text

આપણા તમામ તહેવારોની જેમ ચૂંટણી પણ લોકશાહીનો મહત્વનો પર્વ છે ત્યારે ચાલો આપણે સૌ આ મતદાનના પર્વમાં ભાગીદાર બનીએ. આપણો મત આપણું સન્માન, આવો કરીએ અચૂક મતદાન” તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

- text