મોરબીની ભારતીય વિદ્યાલયમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી: મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફિસ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મોરબીની ભારતીય વિદ્યાલયમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર મોરબી દ્રારા મોરબીની ભારતીય વિદ્યાલય ખાતે વ્યસન અંગે જાગૃતિ આવે તે અર્થે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુ નિષેધ વકતૃત્વ સ્પર્ધામાં 10 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થિક અસરો, સમાજમાં તમાકુનું દુષણ અટકાવવાના પગલાંઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતો ખર્ચ વિશે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડિકલ ઓફીસર ડો. પ્રકાશ દલવાડી તથા સો ઓરડી ડો. ખોરજિયા તથા જિલ્લા પંચાયતના તેહાનભાઈ દ્રારા તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ, સુપરવાઈઝર અજય વાઘેલા અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ હાજર રહ્યો હતો.

- text

- text