હળવદના રાણેકપર ગામે મજૂરી કામ કરવા કેમ નથી આવતા કહી બે ભાઈઓ ઉપર હુમલો

- text


ચાર શખ્સોએ લોખંડની પાઇપ ફેકી ઇકો કારથી ટક્કર મારી જમીન પર પાડી ઇજા કર્યાની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના રાણેકપર ગામેં મજૂરી કામ કરવા નહિ જતા બે ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિ ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સોએ લોખંડની પાઇપ ફેકી ઇકો કારથી ટક્કર મારી જમીન પર પાડી ઇજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

- text

હળવદ પો.સ્ટે.માંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઇ ધીરૂભાઇ શીવાભાઇ બહાતીયા (ઉ.વ.૨૦ ધંધો-મજુરી . રહે.ગોલાસણ ગામ તા.હળવદ જી.મોરબી)એ આરોપીઓ સંજયભાઇ વાઘજીભાઇ, મેહુલભાઇ વાઘજીભાઇ, નાથાભાઇ વાઘજીભાઇ, વાઘજીભાઇ (રહે બધા ગોલાસણ ગામ તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ના રોજ રાણેકપર ગામ આગળ ડીવીઝન પાસે ફરીયાદીના ભાઇ આરોપીઓ સાથે મજુરી કામ કરતા હોય જે કામ કરવા નહી જતા જેનુ મનદુ:ખ રાખી ફરિયાદીના ભાઇ સાથે બોલાચાલી હાથાપાઇ કરી ફરીયાદીના બાઈકને પાછળથી લોખંડની પાઇપ ફેકી ઇકો કારથી ટક્કર મારી જમીન પર પાડી દઇ ફરિયાદીને તથા તેમના ભાઇ વિક્રમભાઇને તથા સાહેદ નવઘણભાઇને જમીન પર પાડી દઇ શરીરે મુઢ ઇજાઓ પહોંચાડી ફરિ.ના ભાઇને માથાના ભાગે તથા હોઠ ઉપર ઇજા પહોંચાડી હતી. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text