જયંતીભાઈના સમર્થનમાં આજે રાત્રે વાવડી રોડ પર સાંસદ ઇમરાન પ્રતાપગઢીની જાહેર સભા

- text


મોરબી : મોરબી બેઠક પર ચૂંટણી લડત જયંતીભાઈ પટેલનો ઝંઝાવતી પ્રચાર ચાલી રહ્યો છે અને તેમને ભારે જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે જયંતીભાઈના સમર્થનમાં આજે રાત્રે વાવડી રોડ પર સાંસદ ઇમરાન પ્રતાપગઢીની જાહેર સભા યોજાશે.

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે.પટેલના સમર્થનમાં મોરબીના વાવડી રોડ, ખાતે આજે રાત્રે 8 વાગ્યે રાજ્યસભા સાંસદ અને માઈનોરિટી ચેરમેન ઇમરાન પ્રતાપગઢી જાહેર સભાને સંબોધન કરશે.આ જાહેર સભામાં તમામ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ જાહેફ સભામાં સ્થાનિક લોકોને ઉમટી પડવા કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

- text