મોરબીમાં ઊંઘમાં ચાલવાની આદતે શ્રમિક યુવાનનો ભોગ લીધો

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર નવા બની રહેલા બિલ્ડિંગમાં બીજા માળે સુતેલા યુવાનનું ઊંઘમાં ચાલવાની આદતને કારણે ઊંઘમાને ઊંઘમાં બીજા માળેથી પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ છત્તીસગઢ રાજ્યના લોરમી તાલુકાના બુધાવારી ગામના હેમુસિંહ રઘુવીરસિંહ મરકામ ઉ.22 નામનો યુવાન રવાપર રોડ ઉપર નવી બાંધકામ સાઇટ ઉપર બીજા માળે સૂતો હતો ત્યારે ઊંઘમા જ બીજા માળેથી પટકાઈ પડતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text