મોરબીમાં 10થી 20 ટકા તોતિંગ વ્યાજ વસુલ્તા 12 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ

- text


કોરોના કાળમાં ધંધો ભાંગી પડતા સિંધી યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાતા ઝેર પીધું

મોરબી : કોરોના કાળમા ધંધા ભાંગી પડયા બાદ મોબાઈલ રિપેરીંગનું કામ કરતા સિંધી યુવાને અલગ અલગ વ્યાજખોરો પાસેથી 10થી 20 ટકા ઉંચા વ્યાજે નાણાં મેળવ્યા બાદ વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી સરદાર બાગમાં ઝેરી દવા ગટગટાવી લેતા આ મામલે 12 વ્યાજખોરો વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરીંગનો વ્યવસાય કરતા રાજેશભાઇ તુલસીભાઇ ભોજવાણીએ બે વર્ષ પૂર્વે કોરોના મહામારીમાં ધંધો ઠપ્પ થઈ જતા અલગ અલગ લોકો પાસેથી માસિક 10થી 20 ટકા વ્યાજે નાણાં મેળવ્યા હતા અને બાદમાં વ્યાજ ચૂકવવા વધુ નાણાં રોજિંદા વ્યાજે અને ડાયરી વ્યાજથી લીધા બાદ આર્થિક સ્થિતિ કથળતા વ્યાજખોરોએ નાણાં વસૂલવા ધમકીઓ આપવાનું શરૂ કરતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મોરબીના સરદાર બાગમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

- text

બાદમાં હોસ્પિટલના બિછાનેથી વ્યાજખોરીનો ભોગ બનેલા રાજેશભાઈએ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરનાર દિપકભાઇ ગોગરા, બોરીચા રહે. વાઘપરા શે.નં. ૧૫ મોરબી, ફારૂકભાઇ જેડા રહે. ઉમા ટાઉનશીપની સામે, વેજીટેબલ રોડ, મોરબી, મુકેશભાઇ મોચી, રહે. રણછોડનગર નવલખી રોડ, મોરબી, નરેન્દ્રસિંહ જાડેજા રહે. મોરબી, દિવ્યરાજસિંહ જાડેજા રહે. મોરબી, રમેશભાઇ ભરવાડ રહે. વાવડી રોડ મોરબી, લાલાભાઇ ભરવાડ રહે. વાવડી રોડ મોરબી હાલ. રહે. રાજકોટ, જીતુભાઇ શર્મા, પ્રેમ જયુસ રવાપર રોડ, ડેવીડ અનીલભાઇ રાજા (ઠક્કર) રહે. રવાપર રોડ સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ મોરબી, અશ્વીનભાઇ પટેલ, રાજ મોબાઇલ જડેશ્વર મંદીર પાસે, રહે. મોરબી, શિવુભા, રહે. પરસોતમ ચોક મોરબી તેમજ વિરૂભા ઠે. શનાળા રોડ બસ સ્ટેશનની સામે મનાલી હોટલની બાજુમાં મોરબી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ધી ગુજરાત મનીલેન્ડર્સ એકટ – ૨૦૧૧ ની કલમ – ૫,૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text