મોરબીની નિર્મલ વિદ્યાલયમાં મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો 

- text


મોરબી: સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિર્મલ વિદ્યાલય અને સેન્ટર પોઇન્ટ વિદ્યાલયમાં મોટીવેશનલ સ્પીકરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

તારીખ 19 નવેમ્બરના રોજ સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિર્મલ વિદ્યાલય અને સેન્ટર પોઇન્ટ વિદ્યાલયમાં મોટીવેશનલ સ્પીકર હેતલભાઇ હિંગળાજીયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 8,9,10 તથા 11, 12 કોમર્સના 700 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. મોટીવેશનલ કાર્યક્રમમાં સ્પીકર હેતલભાઈ હિંગળાજીયા દ્વારા વિદ્યાર્થીના જીવનમાં જીવનધ્યેયનું મહત્વ અને તે કેવી રીતે નક્કી કરી શકાય ? તે વિષય પર ખૂબ જ તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને અંતે સ્કોર મોર એપ્લિકેશનની લિંક પણ આપવામાં આવી હતી. સેવાના હેતુથી કોઈ પણ ચાર્જ વિના આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text