મોરબીના વાવડી રોડ ઉપર એક્સેસમાંથી ત્રણ બોટલ દારૂ પકડાયો, ચાલક ફરાર

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે વાવડી રોડ ઉપર વોચ ગોઠવી દારૂની હેરફેર કરતા એક શખ્સને અટકાવી તલાશી લેતા એક્સેસ ચાલક મોટર સાયકલ રેઢું મૂકી નાસી ગયો હતો, આ એક્સેસમાંથી ત્રણ બોટલ દારૂ, મોબાઈલ ફોન મળી આવતા 38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબી ટીમે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

મોરબી એલસીબી ટીમે વાવડી રોડ ઉપર હનુમાનજીના મંદિર નજીક વોચ ગોઠવી જીજે – 36 -એબી – 9631 નંબરનું એક્સેસ અટકાવવા પ્રયાસ કરતા આરોપી સાહિલ મહમદ લધાણી રહે.લોમજીવન સોસાયટી, મોરબી વાળો એક્સેસ મોટર સાયકલ છોડી નાસી ગયો હતો.

- text

બાદમાં પોલીસે એક્સેસની તલાસી લેતા એક્સેસમાંથી ત્રણ દારૂની બોટલ, એક મોબાઈલ ફોન તેમજ 35 હજારની કિંમતનું એક્સેસ સહિત પોલીસે 38,125નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.

- text