મોરબી સબ જેલમાં કેદીઓ માટે TB, HIV સહિતના રોગોનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

- text


 

સુભિક્ષા, જીલ્લા ક્ષય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

મોરબી : મોરબી સબ જેલ ખાતે સુભિક્ષા અને જીલ્લા ક્ષય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે સબ જેલના તમામ કેદીઓને ટી.બી. જેવા ભંયકર રોગ વિષે માહિતી આપવામાં આપી જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ બધા જ કેદીઓનુ TB, HIV, HCV, HBV, RPR માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું.

કયા સાધે શંકાસ્પદ વ્યક્તિના સ્પોટ સ્પુટમ સેમ્પલ લેવામાં આવ્યા હતા, આ કાર્યક્રમ અંતર્ગત ૩૦૬ પુરૂષ તથા ૫ સ્ત્રી એમ કુલ ૩૧૨ જેટલા કેદીઓ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, TB હેલ્થ વીઝીટર નિખીલ ભાઈ ગોસાઈ , સિવિલ હોસ્પિટલ મોરબીમાંથી આઇ સી. ટી.સી. કાઉન્સેલર વસંત ભાઈ પડસુંબિયા, લેબ ટેક ભૂમિબેન પટેલ, શ્વેતાના ફિલ્ડ કો ઓર્ડિનેટર રાજેશભાઈ લાલવાણી, સુભિક્ષા પ્રોજેક્ટ ઓફિસર મીનાબેન પરમાર હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સાર્થક બનાવવા મોરબી સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એલ.એમ.ઝાલા , ઇન્ચાર્જ જેલર એ.આર. હલપરા તથા હાજર રહેલ તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. અને ટોટલ ૯૨ બંદીવાન ભાઈઓનું ઉપર મુજબ ટેસ્ટીંગ કરેલું હતું.

- text

- text