જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે ઉપયોગની મંજૂરી ન હતી : હાઇકોર્ટમાં મોરબી પાલિકાનો સ્વીકાર

- text


24 નવેમ્બરે ઈન્ચાર્જ ચીફ ઓફિસરને હાજર રહેવા આદેશ

મોરબી : સમગ્ર રાજ્ય જ નહીં પરંતુ દેશ વિદેશમાં ચકચારી મચાવી દેનારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટ દ્વારા આ દુર્ઘટના અંગે દાખલ કરેલી સુઓમોટો રીટની સુનાવણી દરમિયાન મોરબી નગરપાલિકાએ સ્વીકાર કર્યો હતો કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે ઉપયોગની મંજૂરી ન હતી.

સંદેશ ન્યૂઝના જણાવ્યા મુજબ મોરબીમાં જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં પુલ ઉપર મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ડિસેમ્બરથી માર્ચ સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવા છતાં પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. જે અત્યંત ગંભીર બાબત હોવાનું કોર્ટે નોંધ્યુ હતું.

- text

હાઈકોર્ટે મોરબી નગરપાલિકાની આકરી ટિપ્પણી કરી હતી. સાથે જ આજરોજ ખુલાસો થયો હતો કે જનરલ મીટીંગમાં ઠરાવ કર્યા વગર જ અજંતા કંપનીને કામ આપવામાં આવ્યું હતું. આ અંગેના એમઓયુ પણ કરવામાં આવ્યા નહોતા. આ કેસમાં આગામી 24 નવેમ્બરના રોજ મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

- text