ઝૂલતા પુલ કેસમાં પાલિકા સાંજે 4.30 વાગ્યા સુધીમાં સોગંદનામું રજૂ કરે અથવા 1 લાખનો દંડ ભરે : હાઇકોર્ટ

- text


ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાને અકસ્માત તરીકે ન ગણવા પણ આકરી ટકોર, સાડા ચાર વાગ્યા સુધીમાં સોગંદનામું રજૂ કરો અથવા 1 લાખ દંડ ભરો

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરાયા બાદ આજે પણ સુનાવણી ચાલુ રહી હતી. આ ગંભીર દુર્ઘટના કેસમાં પાલિકાના સત્તાધીશો હળવાશથી લઈ રહ્યા હોવા અંગે ગઈકાલે નામદાર હાઇકોર્ટે આકરી ફટકાર લગાવ્યા બાદ આજે સાંજે 4.30 વાગ્યા સુધીમાં સોગંદનામું રજૂ કરવા અથવા રૂપિયા એક લાખનો દંડ ભરવા નામદાર હાઇકોર્ટ દ્વારા આદેશ કરાયો છે.

સમાચાર સંસ્થા લાઈવ લો ના જણાવ્યા મુજબ ગત તારીખ 30 ઓક્ટોબરના મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાને લગતા સુઓમોટો કેસની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ આશુતોષ જે.શાસ્ત્રીની ખંડપીઠે આજે મોરબી નગરપાલિકાને આજે સાંજે 4:30 વાગ્યા સુધીમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા અથવા રૂપિયા 1 લાખનો દંડ ચૂકવવા આદેશ આપ્યો છે.

- text

વધુમાં મોરબી નગરપાલિકાના વકીલ દ્વારા હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી કે મોરબી પાલિકામાં હાલમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ડેપ્યુટી કલેક્ટર છે તેઓ ચૂંટણી ફરજ પર હોવાંથી કોર્ટના 7 નવેમ્બરના આદેશને અનુસરીને કાઉન્ટર ફાઇલ કરી શકાશે નહીં ઉપરાંત આ કેસમાં ક્યાં વકીલે કોર્ટ સમક્ષ તેનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ તે પણ નક્કી કરી શકાયું ન હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકાએ તેનો જવાબ દાખલ કરવા માટે 24 નવેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. જોકે, કોર્ટે ત્યાં સુધીનો સમય આપવાનો ઇનકાર કર્યો હતો અને મુખ્ય ન્યાયાધીશે મૌખિક રીતે નગરપાલિકાને આ બાબતને અકસ્માત રૂપે લેવાનું બંધ કરવા જણાવી સાંજે 4:30 વાગ્યા સુધીમાં કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવા અથવા 1 લાખની કિંમત ચૂકવવા આદેશ કર્યો હતો. જો કે કોર્ટનું આકરું વલણ જોતા નગરપાલિકા દ્વારા બેંચને જાણ કરી હતી કે આજે સાંજે 4:30 વાગ્યા સુધીમાં કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવામાં આવશે.

- text